- ગુજરાતી ભાષામાં જે રીતે ‘ઓ’ પ્રત્યય લગાડવાથી બહુવચન બને છે તે રીતે અંગ્રેજી ભાષામાં પણ મોટે ભાગે ‘s’ અથવા ‘es’ પ્રત્યય લગાડીને બહુવચન કરવામાં આવે છે.
e.g. a boy - boys
a girl - girls
a bench - benches
- સામાન્યતઃ નામને છેડે ‘s’ પ્રત્યય લગાડીને તેનું બહુવચન કરવામાં આવે છે. પરંતુ જયારે નામનો છેલ્લો અક્ષર s, sh, ch કે x હોય ત્યારે મોટા ભાગે ‘es’ પ્રત્યય લગાડીને તેનું બહુવચન કરવામાં આવે છે.
e.g. a glass - glasses
a watch - watches
a dish - dishes
a box - boxes
- જયારે નામનો છેલ્લો અક્ષર ‘o’ હોય ત્યારે કેટલીક વખત ‘es’ પ્રત્યય લગાડીને, તો કેટલીક વખત માત્ર ‘s’ પ્રત્યય લગાડીને નામનું બહુવચન કરવામાં આવે છે.
e.g. a cargo – cargoes
a potato –
potatoes
a hero – heroes
a studio – studios
a rhino – rhinos
- જયારે નામના છેડે ‘y’ આવતો હોય અને તેની આગળનો અક્ષર વ્યંજન હોય તો ‘y’ ના સ્થાને ‘i’ મૂકી ‘es’ પ્રત્યય લગાડીને તેનું બહુવચન કરવામાં આવે છે.
e.g. a baby – babies
a fly – flies
a spy – spies
- જયારે નામના છેલ્લા અક્ષર ‘f’ કે ‘fe’ હોય ત્યારે કેટલીક વખત આ પ્રકારના નામનું બહુવચન કરતી વખતે છેલ્લા ‘f’ કે ‘fe’ ને સ્થાને ‘v’ મૂકી ‘es’ પ્રત્યય લગાડીને નામનું બહુવચન કરવામાં આવે છે. કેટલીક વખત આ નિયમ લાગુ પડતો નથી.
e.g. a calf – calves
a
knife – knives
a wolf – wolves
a roof – roofs
a chief – chiefs
a safe – safes
- કેટલાક નામના બહુવચન અનિયમિત રીતે થતા હોય છે.
e.g. a child – children
a louse – lice
a mouse – mice
a man – men
a woman – women
a tooth – teeth
a goose – geese
a foot – feet
- કેટલાક નામોના એકવચન અને બહુવચનના રૂપો સમાન હોય છે.
e.g. a fish – fish
a deer- deer
an aircraft –
aircraft
a bison – bison
a sheep - sheep
- કેટલાક નામ સ્વયં બહુવચન તરીકે જ વર્તે છે. આથી તેમના બહુવચન થતા નથી.
scissors,
spectacles, species, shorts, trousers, clothes, police, cattle, etc..
- કેટલાક નામ અન્ય ભાષામાંથી અંગ્રેજી ભાષામાં તેના સીધાજ સમાવિષ્ટ કરવામાં આવ્યા હોવાથી તેવા નામનું બહુવચન પણ તે ભાષાના મૂળ સ્વરૂપ પ્રમાણે કરવામાં આવે છે.
e.g. an antenna – antennae
a bacterium – bacteria
a criterion –
criteria
a cactus – cacti
a fungus – fungi
- જોડિયા નામ (compound nouns) ના બહુવચન વખતે નામની પાછળ જ જરૂરી પ્રત્યય લગાડીને બહુવચન કરવામાં આવે છે.
e.g. a classroom –
classrooms
a toothbrush –
toothbrushes
a policeman –
policemen
- જોડિયા શબ્દમાં જો આગળનો ભાગ નામ હોય તો આ વખતે તે નામને છેડે જ જરૂરી પ્રત્યય લગાડીને નામનું બહુવચન કરવામાં આવે છે.
e.g. a runner-up – runners-up
a son-in-law –
sons-in-law
બહુવચન વિશેની સમજ ક્લાસરૂમના અંદાઝમાં લેવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...
https://www.youtube.com/watch?v=vz8yfMSXMks
બહુવચન વિશેની સમજ ક્લાસરૂમના અંદાઝમાં લેવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...
https://www.youtube.com/watch?v=vz8yfMSXMks
0 Comments