Was and Were as helping verbs



       To Be ભૂતકાળના રૂપોનો ઉપયોગ ઘણો વિશાળ છે. અહી વિવિધ છ રીતે થતા ઉપયોગના ઉદાહરણ આપવામાં આવ્યા છે. જે સમજવામાં ઘણા સરળ છે. ઉપરાંત તેનો વ્યવહારિક ઉપયોગ કરવો પણ શીખવવામાં આવ્યો છે. આટલું સમજ્યા પછી આપમેળે થોડા વાક્યો ગુજરાતીમાં વિચારીને તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ રીતે ઉપયોગી નીવડશે.


To Beના ભૂતકાળના રૂપો

            Singular                        Plural
પ્રથમ પુરુષ    I was                           We were
                        આઈ વોઝ                         વી વર
                હું હતો                           અમે હતા
બીજો પુરુષ   You were                     You were
                        યુ વર                              યુ વર
                તું હતો                           તમે હતા
ત્રીજો પુરુષ   He was
                        હી વોઝ
                તે હતો
              She was                They were
                        શી વોઝ                                        ધે વર
              તેણી હતી                           તેઓ હતા
              It was
                        ઈટ વોઝ
                તે હતું
ઉપયોગ:
A. નામ દર્શાવવા :
1.  તે મયંક હતો.
     He was Mayank.
2.  તેણી માનસી હતી.
    She was Mansi.

B.  કામ દર્શાવવા :
1.  અમે વિદ્યાર્થીઓ હતા.
   We were students.
2.  તેઓ અમારા શિક્ષકો હતા.
   They were our teachers.

C.  સ્વભાવ દર્શાવવા :
1.  તે સારા વડાપ્રધાન હતા.
  He was a good Prime Minister.
2.  તેનાલી ઘણા બુદ્ધિશાળી હતા.
  Tenali was very intelligent.

D.  દેખાવ દર્શાવવા :
1.  તે બાળક ઘણું સુંદર હતું.
  That child was very cute.
2.   મીનાક્ષી લગ્ન પહેલા ઘણી જાડી હતી.
  Minaxi was very fat before her marriage.

E.  સ્થિતિ દર્શાવવા :
1.  હું ઘણો થાકેલો હતો.
  I was very tired.
2.  ફિલ્મ ઘણી કંટાળાજનક હતી.
  The movie was very boring.

F.  સ્થળ દર્શાવવા :
1.  હું થીએટરમાં હતો.
   I was in theatre.
2. તેઓ અગાસી પર હતા.
 They were on terrace.


Post a Comment

1 Comments