Articles (A, An, The)



  • અંગ્રેજી ભાષામાં મુખ્ય ત્રણ આર્ટીકલ્સ છે. A, An, The
  • આર્ટીકલ a તથા an નો કોઈ ચોક્કસ અર્થ નથી પરંતુ જયારે અનિશ્ચિત નામ એકવચનમાં હોય ત્યારે નામ ની આગળ આર્ટીકલનો ઉપયોગ થાય છે.

(નામના પાંચ પ્રકાર છે. લીંક પર ક્લિક કરવાથી આ પાંચ પ્રકારની માહિતી મેળવી શકશો.)
  • સામાન્યતઃ જયારે  જાતિવાચક કે સમૂહવાચક નામના ઉચ્ચારનો પહેલો અક્ષર વ્યંજન હોય ત્યારે મોટે ભાગે નામની આગળ a આર્ટીકલ લાગે છે.
e.g. 1. This is a boy.
       2. There is a university in United States.
       3. There is a girl under the tree.
       4. There is a farmer working in a farm.
       5. Rohit is an engineer.
   

  • જયારે નામના ઉચ્ચારનો પહેલો અક્ષર સ્વર(અ,આ,ઈ,ઇ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,અં,અ:) હોય તો તે નામને an આર્ટીકલ લાગે છે.
e.g.    1. I reach there before an hour.   
            2. This is an apple.
            3. You have an umbrella.


  • કેટલીક વખત ‘એક’ના સમાનર્થી તરીકે પણ આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g.    1. Ashok has a pen.
            2. Nirali has an ear-ring.


  • જયારે વાક્યમાં નામની આગળ વિશેષણ આવેલ હોય તો વિશેષણને અનુરૂપ આર્ટીકલ લાગે છે. જો માત્ર વિશેષણ હોય તો તેને કોઈ આર્ટીકલ લાગતો નથી.
e.g.     1. He is an honest man.
            2. Mitesh is an intelligent student.
            3. He is a humble person.
            4. This person is humble.


  • ચોક્કસ સંખ્યાના સમૂહ માટે પણ આર્ટીકલનો ઉપયોગ કરવામાં આવે છે.
e.g.    1. My friend bought a dozen of apples.
            2. Virat Kohli made a century in last match.
            3. A thousand years ago there was a beautiful jungle.

  • અભ્યાસની ડીગ્રી સહિતના ટૂંકાક્ષરી નામની આગળ પણ તેના ઉચ્ચારને અનુરૂપ આર્ટીકલ લાગે છે.
e.g.      1. Mr.Mehta is an M.com.
            2. Niharika is an M.A.
    3.  Mrs. Srivastava is a B.A.
            4. He completed an L.L.B. last year.
            5. She registered an F.I.R. against criminal.



  • Phrase (શબ્દસમૂહ)માં પણ આર્ટીકલનું ખાસ રીતે પ્રયોજન થાય છે. જેના કેટલાક ઉદાહરણો આ પ્રમાણે છે.
e.g.  1. He was in a hurry.
2. A long time ago there was a king.
3. She has played a double game.
4. Nirmal goes for a walk everyday.
5. Tenali Raman planned to teach a lesson to the boy. 


\

  • The આર્ટીકલનો ઉપયોગ:
  • સામાન્યતઃ નિશ્ચિતતા દર્શાવતા નામ એકવચન કે બહુવચનમાં હોય ત્યારે the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g.  1.  Can you give me the books on the table?



  • Superlative degree ના વાક્યમાં વિશેષણની આગળ the આર્ટીકલ લાગે છે.
 e.g.    1. Sachin Tendulkar was the greatest player of Indian cricket team.
            2. Mount Everest is the highest of the Himalayan mountains.



  • બેજોડ ગણાવી શકાય એવા પ્રકૃતિના સ્વરૂપોની જેમ કે સૂર્ય સહિતના વિશેષ ગણાવી શકાય તેવા તારા, ચંદ્ર, આકાશ, પૃથ્વી, મોટી નદીઓ, મહાસાગરો, પર્વતમાળાઓ, ઊંચા પર્વતો, ગ્રહો, રણ, અખાત, મોટી કેનાલ, દિશાઓ, ખીણ જેવા નામની આગળ the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g.  1. The sun rises in the east.
 2. The full moon looks beautiful.
 3. The Ganga is a holy river of India.



  • વાક્યમાં જાતિવાચક અનિશ્ચિત નામની આગળ a અથવા an આર્ટીકલનો ઉપયોગ થાય છે. પરંતુ જયારે એજ નામનો ઉલ્લેખ આગળના વાક્યમાં થાય છે ત્યારે તેને the આર્ટીકલ લાગે છે.
 e.g. 1. There was a king. The king had a daughter. The daughter was very beautiful.
        2. Mayuri has a toy. The toy is very small.



  • ચોક્કસ સમૂહવાચક નામની આગળ પણ the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g.   1. The French enjoy cheese.
           2. The Indians are hardworking people.



  • કેલેન્ડરમાં સદીના ચોક્કસ દસકાને દર્શાવતા પહેલા the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g. 1. He was born in the seventies.



  • વાક્યમાં એકને માત્ર એક બાબતો દર્શાવતી વખતે પણ the આર્ટીકલનો ઉપયોગ કરવામાં આવે છે.
e.g. 1. The only tea I like is green tea.
       2. Narendra Modi is the only leader who laid stress on hygine.



  • કેટલાક ખાસ અખબાર કે મેગેઝીન ના નામ ની આગળ પણ the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g. 1. I worked for the Times of India.
       2. My photo is published on the cover page of the Times.



  • વિશ્વના મહાનતમ ધાર્મિક પુસ્તકોના નામની આગળ the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g. 1. The Ramayana is holy book for Hindus.
2. The Bible is the most read book in the world.




  • કેટલીક વખત સમુહવાચક નામ દર્શાવતા વિશેષણની આગળ પણ the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g.  1. The rich should help the poor.
(અહી rich એ વિશેષણ નહિ પરંતુ તમામ ધનવાનોના સમૂહવાચક નામ તરીકે વપરાયું છે.)



  • ક્રમવાચક સંખ્યા દર્શાવતી વખતે પણ the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g. 1. The first student in the raw is very clever.
       2. The second opinion is suggested by my friend.



  • Comparative degree ના વાક્ય માં adverbની આગળ પણ the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
 e.g. 1. The harder you study, the more you will score.
         2. The better you perform, the more you will paid.



  • જો કોઈ વિશેષ નામ(proper noun) ને જાતિવાચક નામ (common noun)ની જેમ વાપરવા માં આવે ત્યારે પણ the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g. 1. Surat is the Singapore of India.
       2. Nilay is the Virat Kohli of our team.



  • વિશ્વની કેટલીક મહાનતમ ઘટનાઓ તેમજ મોટા યુદ્ધોના નામની આગળ the આર્ટીકલનો ઉપયોગ થાય છે.

e.g.  1. The Battle of Plassey was fought between the forces of Siraj Ud Daulah, and his French support troops and the troops of the British East India Company.
        2. The Quit India movement was started by Mahatma Gandhiji.



  • અટકની આગળ, રાજ્ય કે દેશની સમગ્ર જનતાને આવરી લેતા વિશેષ ઉપયોગ વખતે the આર્ટીકલ પ્રયોજાય છે.
e.g.  1. The Trivedis have knowledge of three Vedas.
         2. The Indians are very strong.



  • કવિ કે નેતાઓના નામની આગળ કોઈ આર્ટીકલ લાગતો નથી. પરંતુ જો નામની આગળ ખાસ વિશેષણ હોય તો the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g.  1. Mahatma Gandhi is the father of our nation.
           The immortal Gandhi is the father of our nation.



  • કેટલાક વિશેષતા દર્શાવતા જહાજો કે ટ્રેનના નામની આગળ પણ the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g. 1. The INS Vikrant is the first aircraft carrier which is designed by Indian Navy.
       2. The Gatiman Express arrives Surat at 8.00 a.m.



  • All કે both પછી તરત નામ આવતું હોય તો નામની પહેલા the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g.  1. All the boys were tired.
        2. Both the monkeys were jumping.



  • ભૌતિક વિજ્ઞાનમાં જુદા જુદા એકમોની આગળ પણ the આર્ટીકલનો ઉપયોગ થાય છે.
e.g. 1. The pascal is a unit of pressure.
       2. The litre is a unit of volume.



  • વૈશ્વિક સંગઠનો, મોટા રાજકીય પક્ષો, નામાંકિત માર્ગો, મોટા હોદ્દાઓ, સૈન્ય દળો વગેરે માટે પણ the આર્ટીકલનો ઉપયોગ કરવામાં આવે છે.
e.g.  The Indian Navy, The Bhartiya Janta Party, The chairman etc..

  • દ્રવ્યવાચક નામને કોઈ આર્ટીકલ લાગતો નથી. જેમ કે રૂપિયા, સોનું, ચાંદી વગેરે.
  • શિખરોના નામની આગળ the આર્ટીકલનો ઉપયોગ થતો નથી.
       

Post a Comment

0 Comments